'તું ના થકેગા કભી, તું ના હારેગા કભી' આવાજ જનુન સાથે ભુજ રાઇડર્સના સાઈકલ વિર મજબૂત મિત્રો ૧૫ મી ઓગસ્ટના એટલેકે ૭૪ મા સ્વતંત્ર પર્વ પર ૭૪ કિલોમીટર સાયકલિંગ કરવાનો નીમ લીધો હતો અને તે સાર્થક કરી બતાવ્યું.
૧૫ મી ઓગસ્ટના ૭૪ કિલોમીટર સાયકલિંગ કરવાનો એ આનંદ પણ અનેરો રહો , દરેક મિત્રોમાં એક અલગ જાજબો હતો. જો કે યાત્રા દરમ્યાન કેટલીક મુશ્કેલીનો સામનો પણ કરવાનો વખત આવ્યો પરંતુ આફતને અવસર મા બદલે તે જ તો સાચો ગુજરાતી છે ને જાણે યુક્તિ સાર્થક થતી હોય તેમ આ યાત્રામાં રહી.
વહેલી સવારે નિર્ધારિત સમય મુજબ દરેક મિત્રો શહેરના જ્યુબિલિ સર્કલ પર આવી પહોંચ્યા હતા અને ૫-૩૦ કલાકે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્રણ કિલો મીટર આગળ થી અન્ય મિત્રો જોડાવાના હોવાથી ત્યાં એકત્રિત થઈ. સૌ ૭૪ કિ. મિ. પૂરા કરવાના દ્રઢ સંકલ્પ સાથે નીકળી પડ્યા.
હવે વાત કરવી છે એ દરમ્યાનમાં સર્જાયેલ એ જે ક્યારે પણ ના ભુલાય તેવા યાદગાર પડની. ૨૫ કિ. મિ દહિસરા ચાય પાણી માટે વિરામ લેવા એકત્રિત થયા પરંતુ ગ્રુપના અનિલભાઈ ની સાઈકલમાં પંચર દેખાયો,
જે કે આવા કાર્યક્રમ માટે પહેલેથી માનસિક તૈયારી કરીને નીકળ્યા હોવાથી તમામ પ્રકારની સાધન સામગ્રી સાથેજ રાખી હતી.૩૦ મિનિટ હસી મજાક સાથે રિપેર કાર્ય ચાલ્યું બાદ સૌ નીકળી પડ્યા પરંતુ આગળ વધતા ધુણઈ નજીક અમરદીપભાઈની સાયકલ માં પંચર પડ્યો,
એટલે સૌ મિત્રો રસ્તાની વચ્ચે રીપેરીંગ કાર્ય શરૂ કરી નાખ્યું. ત્યારબાદ નિર્ધારિત સ્થળે એટલે કે નાના આસંબીયા પહોંચી ગયા અને ત્યાંથી પરત ફરેલા પરંતુ રસ્તામાં અનિલભાઈ ની સાયકલમાં વધુ એક વાર પંચર પડ્યું એટલે હવે તેમને સાયકલ રિપેર થાય તેમ ન હોવાથી રસ્તા પરથી પસાર થઈ રહેલ એક બાઈક ચાલકને ઊભો રાખીને તેમની પાછળ સાયકલ સાથે બેસાડીને અનિલભાઈ ને દહિસરા સુંધી મોકલી દેવાયો પરત આવી ત્યાં ચાય પાણી નાસ્તો કરી ભુજ આવવા નીકળ્યા ત્યારે ફરી નિશાંતભાઈની સાઈકલમાં પંચર પડ્યો પરંતુ એમને પણ લક્કી ચાડી પાસેથી અન્ય વાહન એટલેકે અનિલભાઈ દ્વારા મદદ મળી રહી.
સૌ મિત્રો નિર્ધાર મુજબ કરેલ સંકલ્પ પૂર્ણ કર્યો તેનો અનેરો થનગનાટ અને આનંદ જોવા મળ્યો..
૭૪ કિ. મિ. યાત્રામાં હું તેમજ નિશાંતભાઇ, ધર્મેશભાઈ, સુરેશ ડાંગર, જતીનભાઈ, વિશાલભાઈ, અમરદીપભાઈ, નરોત્તમભાઈ, લાલજીભાઈ સહિતના સાઈકલ વિરો જોડાયા હતા, તો હા સવારે સૌ સાઈકલ વીરોને બહેન શ્રી પુર્ણિમા બેન દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. વિષ્ણુ ચોધરી દ્વારા પણ સાથ સહકાર મળ્યો હતો.
૭૪ મા સ્વતંત્ર પર્વ ની આ યાત્રા કાયમી સંભારણું બની રહેશે..... જય હિન્દ. ભારત માતા કી જય

0 Comments