માડી તારા આવવાના એંધાણ થયા...બે વર્ષ બાદ ગરબે ઘુમવાનો થનઘનાટ!!! જાણો ભુજના ખેલૈયાઓની તૈયારી

નવરાત્રી એટલે માં શક્તિની ભક્તિનું પર્વ.ગુજરાત અને ગરબા એ પણ એક અનેરો સબંધ ધરાવે છે ત્યારે આવી પડેલ કોરોના રૂપી સંકટના કારણે છેલ્લા બે વર્ષથી ગરબા રસિકો મનમુકીને  ઢોલના તાલે રાશ નથી રમી શક્યા  પરંતુ હવે નવરાત્રી પૂર્વે આંશિક છૂટછાટની વિચારણા હજુ ચાલી રહી છે તેને લઈને ખલૈયાઓમાં અનેરો  ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભુજના ખેલૈયાઓ દ્વારા નવરાત્રીમાં ઢોલના તાલે જુમી ઉઠવા માટે તમામ પ્રકારની તૈયારીઓનો પ્રારંબ કરી   દેવાયો છે જોકે મંજૂરીને હજુ  મહોર મળી નથી પરંતુ ખેલૈયાઓ એક્ટિવ મોડમાં આવી ગયા છે.

રાજ્યમાં નવરાત્રીના આયોજનના અણસાર મળી રહ્યા છે  તો બીજી તરફ કોરોનાની ત્રીજી લહેરનો ડર પણ યથાવત રહ્યો હોવાના કારણે પણ તંત્ર રાહ જોઈ રહ્યો છે પરંતુ  ડાન્સ કલાશિસમાં ગરબા અને દાંડિયા રસિકોનો ધસારો જોવા મળી રહ્યો છે.


ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ નવરાત્રીના પર્વની આતુરતાથી રાહ જોવાતી હોય છે અને ગરબા રસિકો ગરબા રમવા આતુર બનતા હોય છે ત્યારે ભુજ ખાતે દાંડિયા અને ગરબારાસના ચાલી રહેલ ક્લાસીસ માં આ વખતે ખેલૈયા નવરાત્રીમાં રમવાની  છૂટ મળશે તેવી આશા સાથે તૈયારીઓ શરૂ કરી નાખી છે.

ભુજમાં ડાન્સ ક્લાસીસ ચલાવી રહેલ પાર્થ શાહ એ જણવ્યું હતું કે દર વર્ષે  કંઈક નવું લઇ આવવાની આતુરતા  ખેલૈયાઓ માં હોય છે પરંતુ આ વખતે બે વર્ષ બાદ ખુલા ગ્રાઉન્ડમાં મન મૂકીને રમવા મળશે એજ ખેલૈયાઓ માટે નવીન છે .કોરોના મહામારીના કારણે બે વર્ષથી જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ આવી ગયો હતો પરંતુ આ વર્ષે છૂટ ખુલા ગ્રાઉન્ડમાં માર્યાદિત લોકોને નવરાત્રીમાં રમવા મળશે તેવી આશા જોવા મળી રહી છે.જોકે હાલ પણ તમામ પ્રકારની કોરોના ગાઈડ લાઈનની અમલવારી સાથે કલાશિષમાં પ્રવેશ આપીને ખેલૈયાઓને તૈયાર કરવામાં આવી રહ્યા હોવાનું ઉમેર્યું હતું.

યુવાધન ઢોલના ધબકારે મસ્તીમાં મનમુકીને રમવા આતુર 

લાંબા વિરામ બાદ આ વર્ષે મનમુકીને રમવા માટે યુવાધન આતુર બન્યો છે આ અંગે નવરાત્રીની પૃર્વે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ પ્રકારના સ્ટેપ શીખવાડતા ભુજના નિરાલી ઠક્કરએ ઉમેર્યું હતું કે આ વર્ષે અત્યારથીજ ખેલૈયાઓ નવરાત્રીની ખરીદી શરૂ કરી દીધી છે જેમ કે વિવિધ પ્રકારના ભાતીગળ વસ્ત્રો,આભૂષણો સહિતની ખરીદીનો પ્રારંભ કરી દેવાયો છે.

બાળકો વધારે પ્રમાણમાં રાશ ગરબા તરફ વળી રહ્યા છે.

પાર્થ શાહ એ જણાવ્યું હતું કે કોરોના દરમ્યાન શાળા બંધ હોવા ઉપરાંત બાગ બગીચા અને ખુલા ગ્રાઉન્ડમાં બાળકો મનમુકી રમી નથી શક્ય ત્યારે આ વખતે બાળકોને લઈને વાલિયો પણ આગળ આવી રહ્યા છે અને બાળકો પણ રાશ ગરબા રમવા તરફ વળી રહ્યા છે.

એક ઝલક ચાલી રહેલ તૈયારીઓ પર 


સમગ્ર વિશ્વમાં કોરોના નામની આવી પડેલ મહામારી માંથી હવે લોકો બહાર નીકળી રહ્યા છે ત્યારે નવરાત્રી દરમ્યાન દાંડિયા અને ગરબા રાશની રમઝટ જામશે અને યુવા હૈયા ફરી ઢોલના તાલે જુમી ઉઠશે.


Post a Comment

1 Comments

  1. Can I get u r address and number I want to learn garba of latest pattern

    ReplyDelete