ભુજનો એક એવો સાઇકલ ગ્રુપ જે આપી રહ્યો છે અનેક લોકોને પ્રેરણા:જાણો તબક્કા વાર રસપ્રદ માહિતી

 45 મિનિટ સાઇકલ ચલાવવાથી થાય છે અનેક ફાયદા 


ભાગદોડ ભરી જીવન શૈલી વચ્ચે લોકો સવાસ્થ્ય પ્રતેય ક્યાંક લાપરવાહ થતા જોવા મળતા હોય છે અને પરિણામે ગંભીર બીમારીઓ તેમજ માનસિક રોગનો શિકાર બનતા હોય છે ત્યારે ભુજનો સાઇકલ ગ્રુપ અનેક લોકોને સ્વાસ્થ્ય પ્રતેય જાગૃતિ લાવવાનો સાથે સાથે પર્યાવરણ બચાવવાનો ઉમદા કાર્ય કરીને અનેક લોકો માટે પ્રેરણા રૂપ બન્યો છે.
ભુજના સાઇકલ સવારો દ્વારા શરૂ કરવામાં આવેલ વોટસઅપ ગ્રુપ વાઈટ-ઇગલ સાઇકલ ગ્રુપમાં એક પછી એક સભ્યો જોડાતા ગયા અને અંદાજિત 160 જેટલા સભ્યો હાલ વહેલી સવારે તેમજ સાંજના સમયે સાઇકલ ચલાવી રહ્યા છે.
આ ગ્રુપના સભ્યો દ્વારા સમયાંતરે વિવિધ પ્રેરણાત્મક કાર્યક્રમો યોજાતા હોય છે જેમાં બાળકોથી લઈને મહિલા તેમજ સિનિયર સીટીઝન સહિતના લોકો ગ્રુપમાં જોડાતા હોય છે જેના  પરિણામે સ્વરૂપે સાઈકલ ચલાવવાની પ્રેરણા મળતી રહે છે તો બીજી તરફ સાઇકલ ચલાવવાથી થતા અનેક ફાયદાઓ પણ સાઇકલ સવારોને જોવા મળતા હોય છે,ગ્રુપના અનેક સભ્યો ગંભીર બીમારીઓને  મહાત આપી લોકોને સકારત્મક ઉર્જા પુરી પાડી રહ્યા છે.નોંધનીય છે કે ગ્રુપ દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રોમ તેમજ સ્થાનિક કાર્યક્રમોમાં ભાગ લેવામાં આવે છે,અહીં ખાસ નોંધ લેવી રહી કે આ બ્લોગ લખનાર પોતે પણ આ ગ્રુપનો સભ્ય છે,ગ્રુપ દ્વારા કરવામાં આવતા કર્યો અહીં સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવશે આવતા એપિસોડમાં વાંચવા મળશે શ્રાવણ માસ દરમ્યાન આ ગ્રુપ દ્વારા ખાસ ઉદ્દેશય સાથે યોજવામાં આવતી શિવ સાઇકલ યાત્રા વિશેનો વિશેષ અહેવાલ 

તમામ રોગોમાં સાઈકલિંગ ફાયદા કારક:રિસર્ચ

માત્ર 45 મિનિટ સાઇકલ ચલાવવાથી અનેક ફાયદા થતા હોવાનું રિસર્ચમાં બહાર આવ્યું છે,ડાયાબીટીશ અને હૃદયરોગથી થતા મૃત્યુનો જોખમ સાઇકલિંગથી 35% ઓછું થતું હોવાનું સપાટીએ આવ્યું છે .પ્રસિદ્ધ અખબારના અહેવાલ અનુસાર અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંન્ટ્રોલ એન્ડ પ્રિવેંશન અનુસાર દર 36 સેકંડમાં એક વ્યક્તિનું મૃત્યુ હૃદય સબંધિત બીમારીથી થાય છે જામા ઇન્ટરનેશનલમા ગત જુલાઈ મહિનામાં પકાશિત એક રિસર્ચમાં જોવા મળ્યું કે ,ડાયાબિટીસથી પીડિત વ્યક્તિ જો સાઈકલિંગ કરે છે તો તમામ પ્રકારની બીમારીઓ થી મોતનું જોખમ લગભગ 24%ઘટી જાય છે ,જયારે હૃદય રોગથી મૃત્યુનું જોખમ લગભગ 35%સુંધી ઘટી જાય છે.


Post a Comment

1 Comments

  1. Very Nice..
    Yes.. White Eagle Group is such a dedicated group in the field of cycling in Bhuj.. keep inspiring people for the better health through cycling.. Abhinandan for all new concepts..

    Dr. Alap Antani

    ReplyDelete