હિંગલાજ પીરસવા બલુચિસ્તાન જઈ રહેલ સુરદાસને આપ્યા હતા દર્શન
![]() |
ચારે તરફ કુદરતના ખુલા હાથે વેરાયેલ સૌદર્યનો વૈભવ ચોમાસામાં પ્રકૃતિની ચૂંદડી ઓઢી હોય તેવો અહેસાસ કરાવે છે .બીજી તરફ઼ નદી, ડુંગર અને જંગલ વચ્ચે કુદરતના સાનિધ્યમાં આવેલ મંદીર અલગ અનુભૂતિ કરાવે છે. જૉકે ચોમાસા અને ત્યારબાદ અહીં પ્રકૃત્તિ પ્રેમીઓ પણ પ્રકૃતિને માહોલવ ઉમટી પડે છે. તો જંગલ વચ્ચે આવેલ હિંગલાજ મંદીર પર માતાજીના ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શનાથે ઉમટી રહ્યા છે. નખત્રાણા, વિરાણી, ભારાપરના સ્થાનિક ઉપરાંત કચ્છ તેમજ દેશ દેશાવર થી માઈ ભક્તો અહીં આસ્થા સાથે શીશ નમાવે છે.
ગુડકબારીનો મહિમા અનોખો
મંદિરમાં પ્રવેશ પૂર્વે ગુડક બારીમાંથી થઈને મંદિરમાં પ્રવેશ કરવાનો મહિમા અનોખો છે.દેશી ભાષામાં ગુડકવું એટ્લે તેમાંથી આરપાર થવું .ગુડકીને જવાથી તેને ગુડક બારી કહેવાય છે ગૂડક બારીમાંથી પસાર થઈ ભકતો માઈના પડમાં શીશ નમાવે છે.
વર્ષો પૂર્વે વનવગડામાં આવેલ રાજાશાહી વખતનો આ કુવો જંગલમાં માલધારી તેમજ પશુ પક્ષીઓ માટે આશીર્વાદ સમાન હતો. ટૂંકા તળિયાના કારણે જંગલમાં આસાનીથી પાણી મળી રહેતું, પરંતુ તળિયા ઊંડે જતા સમય અનુશાર કુવો પણ સુકાઈને અત્યારે અવાવરૂ દશામાં છે.
મંદીરના ઇતિહાસ અંગે સ્થાનિક લોકોએ માહિતી આપતા ઉમેર્યું હતું કે,વર્ષો પૂર્વ એક સંઘ પગપાળા હિંગલાજ પીરસવા બલુચિસ્તાન જઈ રહ્યો હતો. તેમાંથી એક સભ્ય અંધ હતો.જે ના થકી સંગ રસ્તામાં હેરાન થશે તેવા વિચાર આવતા અંધ વ્યક્તિને રાત્રીના સમયે એકલા મૂકી સંઘ જતો રહ્યો હતો.જેથી સુરદાસ મનમાં ને મનમાં મુંજાઈ માતાજીનો સ્મરણ કરતા માતાજી પ્રગટ થઈ સુરદાસને દર્શન આપ્યા અને કહ્યું હતું કે બલુચિસ્તાન આવવાની જરૂર નથી અહીં જ દર્શન કરી મારું સમરણ કર અને તેના સ્વરૂપે માતાજીએ બલુચિસ્તાન જેવા આબેહૂબ ફડા આપ્યા હતા.ત્યારથી અહીં લોકો માતાજી ની આરાધના કરી રહ્યા છે સમય આવતા વિશાળ મંદિર બન્યો છે.
નદી અને કોત્રો આકર્ષણનો કેન્દ્ર
મંદીર આસપાસ નદી અને તેની વચ્ચે આવેલ કોત્રો જૉવા અને તેની ફોટોગ્રાફી કરવા લોકો ખાસ અહીં આવી રહ્યા છે.
ચોમાસા દરમ્યાન મંદીરની ચારે તરફ ઝરણાં અને નદીના ખડ ખડ વહેતા પાણીને જૉવા પ્રકૃતિ પ્રેમીઓ આવી પહોંચે છે.










0 Comments