રવિવારે શિયાળાનિ કડકડતી ઠંડી વચ્ચે ભુજના આ ગ્રૂપ દ્વારા જદુરા થી ટપકેશ્વરી વચ્ચે ડુંગરો અને પ્રકૃતિ વચ્ચે કુદરતે ખોબલે ખોબલે વેરેલાં સૌંદર્યને માણી શકાય તે માટે ટ્રેકિંગ નું આયોજન કર્યું હતું જેમાં 38 જેટલા નાનામોટા પ્રકૃતિ પ્રેમી જોડાયા હતા.
આ ટ્રેકિંગના અનુભવ વિષે જાણીતા બાળ તબીબ ડોક્ટર કેશરાણીએ જણાવ્યું હતું કે પ્રકૃતિ સાથેનો સીધો સંવાદ શબ્દોમાં વર્ણવો શક્ય નથી કુદરતનો આ નજારો માણવા માટે શહેરની ચમક દમક છોડી રમણીય સ્થળ પર આવવાથી જ તેનો અનુભવ થતો હોય છે.
શહેર વિસ્તારમાં થતા આવા આયોજન સમયે કવિ ગણપત પટેલ ' સૌમ્યને ચોક્કસ યાદ કરવા રહ્યા " બહાર દેખાતી ચમકને માલમિલકત બાદ કર એ પછી બાકી રહ્યો તું કેટલો યાદ કર.
તેજ સર્જેલા બધા બંધન તને જકડી રહ્યા,છોડ એ સઘડી ગુલામી તું તને આઝાદ કર.

0 Comments