કહેવાય છે ને કે દેશની સેવા કરવા માટે સેનામા ભરતી થતા જવાન હમેશા દેશની સેવા માટે તત્પર રહેતા હોય છે તે પછી સરહદ પર હોય કે નિવ્રુત જીવન વિતાવતા હોય. આવુ જ એક ઉદાહરણ પુરુ પાડે એવા આપણી ભારતીય થલ સેનાના જવાન અને કચ્છના રાપર તાલુકાના છેવાડાના ગામ વેરસારાના વતની એવા ઉમેદસિંહ હનુભા સોઢા. ૨૦૦૩માં ભારતીય સેનામા જોડાયા બાદ નાગાલેંડ, પંજાબ , રાજસ્થાન,અસામ,ચાય્ના બોર્ડર તથા જમ્મુ કશ્મીર જેવા સવેંદનશીલ વિસ્તારો મા ફરજ બજાવી ચુક્યા છે. અરુણાચલ ખાતેની ફરજ દરમીયાન યુનાઇટેડ નેશન અંતર્ગત પસંદગી થઈ તેઓ એ સાઉથ આફ્રીકા ના સાઉથ સુડાન ખાતે પણ ફરજના ભાગ રુપે ફરજ બજાવેલી છે.અંતમાંમા પઠાણ કોટ ખાતે થી 17 વર્ષની ફરજ પુર્ણ થતા નિવ્રુત થયેલ.નિવ્રુતી બાદ હાલ ભુજ મા સેવાકીય પ્રવ્રુતિમા યોગદાન આપી રહ્યા છે. ભુજ ખાતે શક્તિ ડીફેંસ એન્ડ પોલીસ અકેડેમીની સ્થાપના કરી યુવાનોને ફૌજમાં જોડાવવા તાલીમ આપી રહ્યાછે.કચ્છના યુવાનો કે હે છે કે ફીઝીકલ ફીટનેશ તેમજ પરિક્ષામા યોગ્ય માર્ગદર્શનના અભાવે ઉતિર્ણ થતા ન હોય તથા જે યુવાનો ને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય તેવા ઉમેદવારો ની નિશુલ્ક સેવા આપી રહ્યા છે.
તેમના સેનાના અનુભવો તથા ટ્રેનીંગ તથ ફરજ દરમીયાન શીસ્તપાલનના માર્ગદર્શનનો લાભ મેળવી ઘણા યુવાનો આર્મી તથા પોલીસ ભરતીમા જોડાઇ ચુક્યા છે. યુવાનોને ઉત્સાહ મળે તે માટે મોમેંટો રુપે તારીખ ૧૯/૦૬/૨૦૨૧ ના શક્તિ ડીફેંસ એન્ડ પોલીસ અકેડેમી દ્વારા ટી-શર્ટ ભેટ રુપે આપવામા આવ્યા હતા. આ પ્રસંગે આ અકેડેમી સાથે જોડાયેલા યુવાનો સહીત ભુજ રનર્સ સભ્ય ડૉ. આલાપ અંતાણી, ડૉ.જીગર ઠક્કર, ડૉ.રુચિર અખાણી, પાર્થ ગુસાઈ,સુનિલ પટેલ ,કપિલ ભવાણી રણછોડભાઈ કુશાગ્ર રાવલ,આશિષ મહેશ્વરી તથા રાજ ઠક્કર હાજર રહ્યા આ ઉપરાંત ભારતીય એરફોસ ભુજમા ફરજ બજાવી રહેલ જીતેન્દ્ર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા તથા યુવાનો નો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત ડોક્ટર અને મેરેથોન રનર ડૉ.આલાપ અંતાણીએ રનીગ ટીપ્સ અને ફીઝીકલ ફીટનેશ વીસે યુવાનોને માહીતી આપી હતી.

1 Comments
Chaiya chetan bhagu bhai
ReplyDeleteM8511747657
Chetanahir995@gamil.com