કચ્છનાં પાંચ રમતવીરોએ રમત મહોત્સવમાં વિશેષ સિદ્ધિ મેળવી કચ્છનું ગૌરવ વધાર્યું છે.
"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ"
ભુજ.
ભુજ ખાતે કાર્યરત એકેડમીમાં રહી ભારતિય સેનામાં જોડાવા માટે તૈયારી કરી રહેલ યુવાઓ એ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે યોજાયેલા 4th National Youth Games-Sports 2021માં ભાગ લીધો હતો જેમાં બે યુવતી અને એક યુવાને રનિંગમાં અવલ આવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે બે યુવાનોએ સિલ્વર મેડલ હાસિલ કર્યા હતા.
દર વર્ષેની જેમ વર્ષ 2021નો રમત મહોત્સ જામનગરના ધ્રોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ભુજની વિર ભોગ્ય વસુંધરા ડિફેન્સ એકેડમીમાં રહી ભારતીય સૈન્યમાં જોડાવવા માટેની તૈયારી કરી રહેલ પાંચ યુવા- યુવતીઓ એ ભાગ લીધો હતો. જેમાં ત્રણ ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ હાંશિલ કરી કચ્છનું ગૌરવ વધાર્યું હતું.
એકેડમીના કોચ લખન ચારણએ માહિતી આપતા જણાવ્યું હતું કે દરવર્ષની જેમ આ વર્ષે ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા અંતર્ગત યોજાયેલ 4th National Youth Games-Sports 2021માં અમારી એકેડમીના રમતવીરોએ ભાગ લીધો હતો વિવિધ રાજ્યોમાંથી આવેલ યુવાનો મહોત્સવમાં જોડાયા હતા, ધ્રોલ ખાતે યોજવામાં આવેલ મહોત્સવમાં કચ્છના બિદડા, આધોઈની યુવતી તથા બકુત્રા ગામનો યુવાન ગોલ્ડ મેડલ મેળવી વિશેષ સિદ્ધિ મેળવી હતી જ્યારે વાઘુરા અને કુકમાના બે યુવાનો સિલ્વર મેડલ મેળવ્યા હતા.
વિશેષ સિદ્ધિ મેળવનાર રમત વીરોનું સન્માન કરવામા આવ્યું હતું શ્રી ચારણએ ઉમેર્યું હતુ કે અવલ આવેલ દીકરા- દીકરીઓ આર્મીની તૈયારી કરી રહ્યા છે પરંતુ મહામારી કોરોનાના કારણે ભરતી પ્રક્રિયા ઠેલતા છેલા બે માસથી યુવાઓ રમત મહોત્સવ માં જોડાવવાની તૈયારી કરી હતી. લખન ચરણના માર્ગ દર્શન હેઠળ વિશેષ સિદ્ધિ મેળવનાર કચ્છના દીકરા દીકરીઓ ને ઠેર ઠેરથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે તો સેનામાં જોડાયા બાદ આ મેડલ અવલ આવેલ યુવાનો મેટર મહત્વના સાબિત થતા હોવાનું ઉમેર્યું હતું.
વિશેષ સિદ્ધિ મેળવનારા રમતવીર
ગોલ્ડ મેડલ મેળવનાર
(૧) પાયલ મારવાડા (બિદડા તા.માંડવી)-૧૫૦૦ મીટર
(૨) જાગૃતિ ઉસેટીયા (આધોઇ તા. ભચાઉ)- ૩૦૦૦ મીટર
(૩) ખીમજી આહીર (બકૂત્રા )-૧૦૦૦ મીટર
સિલ્વર મેડલ મેળવનાર
(૧) રાજેશ જરૂ (વાઘૂરા)-૧૦૦ મીટર
(૨) સાગર પરમાર (કુકમા)- ૪૦૦ મીટર

1 Comments
Good
ReplyDelete