ભુજ .
ક્ચ્છ પર અવારનવાર વિદેશી આક્રમણો થતા ત્યારે ક્ચ્છ રાજના રાવ દેશળજીએ ભુજની ફરતે અભેદ્ય કિલ્લા જેવો ભુજીયા ડુંગર બનાવ્યો હતો વર્ષો અગાઉ ક્ચ્છ પર અમદાવાદના શેરબુલંદખાને 50 હજારના લશ્કરબળ સાથે ચડાઈ કરી હતી ત્યારે રાજા , સેનાપતિ, લશ્કર , કચ્છની જનતાએ અને 9 હજાર નાગાબાવાઓએ ભેગા મળી તેની સામે લડત આપી હતી આ લડાઈ માં શેરબુલંદ ખાનને હરાવી ક્ચ્છએ જીત મેળવી હતી તે દિવસ એટલે આજનો નાગ પાંચમી નો દિવસ બસ ત્યારથી દર વર્ષે રાજ પરંપરા અનુસાર રાજા દ્વારા અહીંયા પરંપરાગત રીતે પૂજન વિધિ કરવામાં આવે છે પરંતુ મહામારી કોરોનના કારણે ભુજિયાનો મેળો છેલ્લા બે વર્ષથી ઉજવવવામાં આવ્યો નથી.
ઇતિહાસિક ભુજીયા ડુંગર પર બિરાજમાન ભુજંગ દેવની પૂજા અર્ચના વર્ષોની પરંપરા મુજબ નાગપંચમીના દિવસે રાજ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યાર બાદ કચ્છમાં શ્રાવણી મેળાઓનો પ્રારંભ થાય છે,ભુજ દરબારગઢ ખાતેથી શાહી સવારી માં રાજપરિવાર નીકળીને ભુજંગ દેવની પૂજા કરે છે પરંતુ કોરોના મહામારીના કારણે મેળો અને શાહી સવારી રદ કરી પરિવાર દ્વારા સાદગીથી દેવની પૂજા કરવામાં આવી હતી.નોંધનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે.કચ્છનાં અંતિમ રાજવી સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજાની આદેશ અનુસાર રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ પૂજાવીધી કરવામાં આવી હતી.દરબારગઢમાં પૂજા કર્યા બાદ ડુંગરે ભુજંગદેવના મંદિરે પૂજા કરાઈ હતી.
ઇતિહાસ પર એક નજર
નાગ પંચમીના મેળાનો ઈતિહાસ દાયકાઓ જુનો છે. ભુજીયા ડુંગર પર ધમાસાણ યુધૃધ થયો હતો. વિદેશી આક્રમણ વખતે નાગબાવાઓની જમાત પણ જોડાઈ હતી. જે યુધૃધમાં રોહા જાગીરના ઠાકોર જીયાજીએ શેરબુલંદખાનની તલવાર છીનવી લીધી અને શેર બુલંગ ખાનને મારી હરાવ્યો. આ ધમાસાણ યુધૃધમાં કચ્છનો વિજય થયો. તે શુભ દિવસ શ્રાવણ સુદ નાગ પંચમીનો હતો. ત્યારાથી આ વિજય મહોત્સવ દર વર્ષે મનાવવામાં આવે છે. જો કે, આ વર્ષે કોરોનાની મહામારીના કારણે વર્ષો જુનો મેળા રૃપી મહોત્સવ ઉજવી શકાયો નથી.



0 Comments