આવો જાણીયે પાંચ વર્ષથી અનોખા ઉદેશ્ય સાથે યોજાતી ભુજની શિવ સાઇકલ યાત્રાની રોચક માહિતી

જીવનને શિવમય બનાવીને ધન્યતા પામવાનો અનેરો અવસર એટલે શ્રાવણ માસ. ભોળાનાથને પૂજા-અર્ચના-આરાધના કરીને રીઝવવા માટે ભાવિકોમાં આ પવિત્ર માસ દરમ્યાન અનેરો થનગનાટ હોય છે પરંતુ આજે આ માધ્યમ દ્વારા એક એવી અનોખી અને કંઈક  જુદી રીતે છેલ્લા પાંચ વર્ષથી ઉજવાતી શિવ સાઇકલ યાત્રા વિષે આપણે જાણીશું ભુજના વ્હાઇટઇગલ સાઇકલ ગ્રુપના સાઇક્લિસ્ટો દ્વારા વિવિધ ઉદેશ્ય સાથે ઉજવાતી આ યાત્રાની વિષેશતાઓ ઓ પણ અનેરી રહી છે 

2017માં ગ્રુપના એક સાથી દ્વારા શિવ યાત્રાનો પ્રારંભકારવામાં આવ્યો 

આ અંગે ગ્રુપના શૈલેન્દ્ર રાવલ એ જણાવ્યું હતું કે વર્ષ 2017માં ગ્રુપના એક સાથી દ્વારા શિવ યાત્રાનો પ્રારંભ કારવામાં આવ્યો 30 દિવસ દરમ્યાન ભુજની નજીકમાં આવેલ વિવિધ શિવ મંદિરમાં સાઇકલથી જઈ દર્શન કર્યા હતા, પ્રારંભે અન્ય મિત્રો પણ આ સાઇકલ યાત્રામાં જોડાયા હતા તે સમયે લોકોને વહેલા ઉઠી સાઇકલ ચલાવવી અને તેના દ્વારા થતા ફાયદાઓ અંગે મહીતગાર કરવામાં આવતા હતા.

શ્રી રાવલએ યાત્રા વિષે વાત કરતા ઉમેર્યું હતું કે ત્યાર બાદ દર શ્રાવણ માસમાં આ યાત્રા યોજવામાં આવી રહી છે પાંચ વર્ષથી યોજવામાં આવતી યાત્રા દરમ્યાન વિવિધ પ્રકારના ઉદેશ્ય ઉમેરવામાં આવે છે વર્ષ 2018માં અમારા ગ્રુપના સભ્યો 1111 કિલ્લોમીટરનું લક્ષ્ય રાખીને 22 સાઇકલ સવારો દ્વારા 30 દિવસમાં કચ્છમાં સારો વરસાદ થાય ,લોકોમાં એકતા જણવાય અને વિશ્વમાં શાંતિ થાય તેમજ આત્માહત્યા અટકાવવા માટે વિવિધ શિવમંદિરોમાં સામુહિક પ્રાર્થના કરવામાં આવી હતી લક્ષ્યની સામે 1251 કિલ્લોમીટર થયા હોવાનું ઉમેર્યું હતું.પાંચ વર્ષથી ચાલી આવતી સાઇકલ યાત્રામાં સાઇક્લિસ્ટો શ્રાવણ પૂર્વે પોતાને કેટલા કિલ્લોમીટર આ માસ દરમ્યાન પૂર્ણ કરવા છે તે ટાર્ગેટ આપે છે સાઇક્લિસ્ટો પોતે પણ શિવ મંદિરની યાત્રાના સ્મરણોનો સંગ્ર કરી તેમજ કિલ્લોમીટર અંગેની યાદી બનાવીને પોતાનેજ ફિટનેશ ચેલેન્જ પણ કરે છે.

વર્ષ 2019ની યાત્રાથી માં લોક જાગૃતિના બેનર લગાવવાનો પ્રારંભ કર્યા 
2019માં સાઇકલ ગ્રુપના 40થી વધુ સભ્યો દ્વારા 1325 કિલ્લોમીટર શ્રાવણ માસ દરમ્યાન યાત્રા કરીને પાણી બચાવો ...વરસાદના પાણીનો સંગ્ર તેમજ પાણીનો દુરુપ્યો અટકે તે ઉપરાંત વધતા કિડનીના દર્દીને ધ્યાને રાખીને લોકોને વધુ પાણી પીવાનો સંદેશ ,મનની શાંતિ માટે યોગ ,ધ્યાન અને અધ્યાયાત્મિક માર્ગનો સંદેશો ,આત્મહત્યા અટકાવવા માટે કાઉન્સીલીંગ  તેમજ હેલ્પલાઇન સાથેના બેનર વિવિધ મંદિર બહાર તેમજ જાહેર સ્થળો પાર લગાવી લોક જાગૃતિના કર્યો કરવામાં આવ્યા.

કોરોના કાળનો વર્ષ 2020નો અનુભવ અલગ રહ્યો 
સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાવનાર મહામારી  કોરોનાના કારણે રોગનો વાયરશ વધુ ફેલાય નહિ અને લોકો સંક્રમિત થતા બચે તે માટે સામાજિક અંતર રાખવો તેટલું જ જરૂરી હતું અંગે ગ્રુપના સભ્યોએ ઉમેર્યું હતું કે આ કપરા કાળમાં પ્રાર્થના પણ તેટલી જરૂરી બની રહી હતી પરંતુ ગ્રુપમાં રહેવું શક્ય બન્યું ન હતું જેથી 2020માં 
વ્હાઇટઇગલ સાઇકલ ગ્રુપના સાઇક્લિસ્ટો સ્વેછાએ  વિવિધ શિવ મંદિરોમાં જઈને કોરોના મુક્તિ અને લોકોની સુખાકારી માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.

કપરા કાળમાં શારીરિક અને માનસિક સમસ્યા વધતા તેને દૂર કરવા 2021માં પ્રાર્થના 
કપરાકાળ દરમ્યાન અનેક લોકોએ સ્વજનો ગુમાવ્યા તો બીજી તરફ લોકડાઉનના કારણે ધંધા રોજગાર ઠપ થવા સહિતની અનેક સમસ્યા સામે આવી હતી જેના કારણે શારીરિક અને માનસિક સમસ્યા વધતા લોકોનો તણાવ દૂર થાય અને આત્મહત્યા અટકે તે માટે દરેક શિવમંદિરોમા સાઇક્લિસ્ટો દ્વારા પ્રાર્થના કરવા ઉપરાંત આત્મહત્યા અટકાવવામાં માટે પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે.

સાઇક્લિસ્ટો વધતા પાંચ જેટલા ગ્રુપ બનાવી વધુ લોકો સુંધી સંદેશો ફેલાવવાનો પ્રયાસ  
છેલ્લા પાંચ વર્ષથી યોજવામાં આવતી શિવ સાઇકલ યાત્રામાં અન્ય લોકો પણ જોડાતા જાય છે પરિણામે સાઇક્લિસ્ટોની સંખ્યામાં વધારો થતા શ્રાવણ માસ દરમ્યાન નાના પાંચ જેટલા ગ્રુપ બનાવીને અલગ અલગ શિવ મંદિરોમાં જઈને લોક જાગૃતિનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

લોકો સાઇકલ યાત્રાનો ઉદેશ્ય જાણી પ્રોત્સાહિત કરે છે
આ અંગે રાવલએ જણાવ્યું હતું કે સાઇકલ યાત્રા જે ગામમાં પહોંચે છે ત્યાંના લોકો પ્રથમતો કુતુહલતા પૂર્વક નિહાળતા હોય છે ત્યાર બાદ ગ્રામજનો સાથે સભ્યો દ્વારા યાત્રાનો ઉદેશ જણાવવામાં આવતા ગ્રામજનો  પીઠ થાબડે છે જેથી સાઇક્લિસ્ટોમાં એક પ્રોત્સાહિક બળ પણ પુરાતો હોય છે જેથી વધુને વધુ સારા કાર્ય કરવા ઉત્સાહિત થાય છે.

પેટ્રોલના ભાવને ધ્યાને રાખીને રોજિંદા ઉપયોગ માટે સાઇકલનો ચલણ વધારવા પ્રયાસ
ગ્રુપ દ્વારા યાત્રા પૂર્વે ઉદેશ્ય અંગે ચર્ચા કરી તેને અમલમાં મુકવામાં આવતો હોય છે જે અંગે શૈલેન્દ્ર રાવલએ જણાવ્યું હતું કે વધતા પેટ્રોલના ભાવને ધ્યાને રાખીને આગામી ઉદેશ્ય લોકો સાઇકલ તરફ વધુ વળે અને રોજિંદા કાર્યોમાં સાઇકલનો વપરાશ વધે જેથી પેટ્રોલની પણ બચત ઉપરાત સ્વાસ્થ્ય પણ જાણવા તેમજ પર્યાવરણને થતો નુકસાન બચે તેમજ ગ્રુપમાં વધુ સભ્યો ઉમેરાય તેવા પ્રયાસ કરીને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે.

100 જેટલા સાઈકલિસ્ટો નિયમિત સાયકલીંગ કરે છે 
શિવ સાઇકલયાત્રા ના વિચાર અંગે જણાવ્યું હતું કે સાઇકલીંગ કરવાથી શારીરિક સાથે માનસિક પણ ફાયદો થતો હોય છે ગ્રુપના સભ્યોમાં વધારો થતો ગયો છે ગ્રુપમાં 160 જેટલે સભ્યો છે જેમાં 100 જેટલા સાઇકલિસ્ટો નિયમિત સાઇકલ ચલાવે છે,નિયમિત સાઇકલ ચલાવવાથી મેડિટેશન કરવાનો અનુભવ થતો હોવાનો ઉપરાંત નવા સભ્યો સાથે જોડાઈને સાકરતામ્ક વિચારોમાં પણ વધારો થતો હોવા ઉપરાંત અગણિત ફાયદાઓ થતા હોય છે.


Post a Comment

0 Comments