400 વર્ષ પુરાણો ગૌરીશંકર ભીમનાથ મહાદેવના મંદિર સાથે અનેક ઇતિહાસ પણ જોડાયેલ છે
ભોળાનાથને રીઝવવાનો માસ ઍટલે કે શ્રાવણ માસ આ માસ માં ભગવાન શિવની આરાધનાનો વિશેષ મહત્વ હોય છે આવો જાણીએ ભુજના ૪૦૦ વર્ષ પુરાણો ભૂજના મંદિરનો ઈતિહાસ,શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો ભગવાન શિવની આરાધનાના મગ્ન જોવા મળતા હોય છે. ભગવાન શિવની આરાધના કરવા માટે વહેલી સવારથી શિવ મંદીર બહાર ભક્તોની કતારો જોવા મળતી હોય છે. પરંતુ કચ્છનાં પાટનગર સાથે જેનો ઈતિહાસ જોડાયેલ છે તેવા ૪૦૦ વર્ષ પુરાણા આ મંદીર નો ઈતિહાસ પણ અનોખો છે ભૂજના ભગવાન સ્વામિનાાયણ નૂતન મંદિરની લગોલગ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે આવેલ ગૌરીશંકર ભીમનાથ જાગીરનો મંદીર અનોખી અનુભૂતિ કરાવે છે.રાજેન્દ્રસિંહ જાડેજાએ મંદિરના ઇતિહાસ અંગે આપેલ માહિતી અનુસાર ભુજ પર જ્યારે અમદાવાદના શેરબુલંદખાને 50 હજારના લશ્કરબળ સાથે ચડાઈ કરી હતી ત્યારે હિંગળાજ પીરસવા જઈ રહેલ નાગાબાવાઓના સંગ ભુજની રક્ષા કરી હતી.જે સંગ પણ આજ મંદિરમાં રોકાણ કર્યું હતું .
શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે ભીમનાથ મહાદેવ મંદીર ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ મંદીર પર વર્ષો પૂર્વે કચ્છ થઈ બલુચિસ્તાન હિંગળાજ પીરસવા જતા સંગને આ મંદિરમાં ભોજન, રાતવાસો સહીતની સુવિધા સાથે ઉતારા આપવામા આવતા હતા તો બીજી તરફ શ્રાવણ માસ ઍટલે તહેવારો માસ પણ કહેવાય છે મોટાભાગના તહેવાર અને મેળા પણ શ્રાવણ માસમાં આવતાં હોય છે કચ્છમાં પ્રથમ મેળો ભુજીયા ડુંગર પર થી પ્રારંભ થાય છે.400 વર્ષનો ઈતિહાસ ધરાવતા આ મંદીર માં ભુજીયા ના મેળા પૂર્વે દરબાર ગઢમાંથી નીકળતી શાહી સવારી પ્રથમ ભીમનાથ મહાદેવના મંદિર પર શિસજુકાવતી હતી મહારાવ શ્રીને તિલક કરવામા આવતુ હતુ ત્યારબાદ ભુજંગ દેવના મંદિરે મહારાવ શ્રી ખેતરપાડને દૂધ ધરાવતા અને મેળાનો વિધિવત પ્રારંભ કરાવતાહતા.તો મંદીર પટાંગણ માં અખંડ ધૂણો પણ હતો જે કચ્છમાં આવેલ ગોઝારા ભૂકંપ સમયે મંદિરમાં દટાઈ ગયો છે. જ્યારે મંદીર પ્રાંગણમાં મહાદેવનો સાનિધ્ય પ્રાપ્ત કરવા પૃથ્વીગિરિ બાપુએ જીવતીસમાધિ પણ ધારણ કરી હતી જે સમાધિના દર્શનપણ ભક્તો કરે છે. શ્રાવણ માસ દરમિયાન મંદીર માં મહાઆરતી તેમજ પ્રસાદ નો પણ આયોજન કરવામાં આવતું હોય છે ભક્તો ભીમનાથ મહાદેવ પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે કહેવાય છેકે ભિમનાથ મહાદેવ પાસે હર્દય થી કરેલ મનોકામના ૩૦ દિવસોમાં પૂર્ણ થતી હોવાની પણ એક આસ્થા જોડાયેલ છે.




0 Comments