ગુજરાતના આર્ટ અને ક્રાફ્ટનો પરિચય કરાવતા પુસ્તાકોનું ભુજમાં ત્રિદિવસીય મેળાનું આયોજન

 ભુજમા જન્માષ્ટમી નિમિતે ત્રિદિવસીય પુસ્તક મેળાનું આયોજન ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે તારીખ 24 થી 26 ચાલનારા આ મેળામાં ગુજરાત કચ્છની સંસ્કૃતિ,જંગલ સહિતની માહિતી આપતા વિવિધ 35 પ્રકારના પુસ્તકો 5 થી 25 ટકાના રાહતદરે મુકવામાં આવ્યા હોવાનું ગુજરાત ટુરિઝમ વિભાગના આસિસ્ટન્ટ મેનેજર પ્રિયંકા જોશીએ જણાવ્યું હતું .ગુજરાત પ્રવાસન અંગે પ્રવાસીઓ વધુમાં વધુ માહિતગાર થાય તથા ગુજરાતના પ્રાચીન સ્થળો, વાઇલ્ડલાઇફ, મંદિરો, તહેવારો વગેરે અંગે લોકોમાં જાગૃતતા ફેલાય તેવા ઉદ્દેશ્યથી પ્રવાસી માહિતી કેન્દ્ર, ભુજ દ્વારા પ્રવાસનને લગતા પુસ્તક મેળાનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત પ્રવાસન અંગે પ્રવાસીઓ વધુમાં વધુ માહિતગાર થાય તે માટે કરાયું પુસ્તક મેળાનું આયોજન

પ્રવાસીઓ ગુજરાતના તમામ જિલ્લાના પ્રવાસી સ્થળ, વાઇલ્ડલાઇફ, તહેવારોને ઓળખે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું હોવાનું જોશીએ ઉમેર્યું હતું, દરેક જિલ્લાના નકશાઓ તથા માહિતી દર્શાવતા પેમ્પ્લેટ નિ:શુલ્ક આપવામાં આવી રહ્યા છે ભુજના માહિતી ખાતાની બિલ્ડિંગમાં આવેલ પ્રવાસન વિભાગની કચેરી ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે  જેમાં મુલાકાતીઓ માટે નિ:શુલ્ક લીટરેચર પણ રાખવામાં આવ્યું છે.ઉપરાંત અહીં પુસ્તકો પર 5 ટકા થી 25 ટકા જેટલું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.

  35 પ્રકારના વિવિધ પુસ્તકો મેળામાં રાખવામાં આવ્યા

આ પુસ્તક મેળો વિદ્યાર્થીઓ તેમજ જેમને જુદી જુદી જગ્યાએ પ્રવાસ ખેડવાનો શોખ ધરાવતા લોકો છે તેમને માટે આ પુસ્તક મેળો ખૂબ ઉપયોગી નીવડશે કારણકે અહીં પ્રવાસીઓને લગતા,પ્રવાસનને લાગતા, વાઇલ્ડલાઇફને લગતા, દેવાલયોને લગતા, ઐતિહાસિક ધરોહર, પ્રાચીન સ્થાપત્યના વગેરેની માહિતી પીરસતા પુસ્તકો અહીં રાખવામાં આવ્યા છે. અહીં કુલ 35 પ્રકારના પુસ્તકો રાખવામાં આવ્યા છે.

ક્વોલિટી ફોટોગ્રાફ સાથેની માહિતી આપતા પુસ્તકો વ્યાજબી ભાવે મળી રહ્યા છે 

કચ્છ અને ગુજરાતની માહિતી એકદમ સારા પ્રકારના ફોટો સાથે આપી રહેલ પુસ્તકો મેળામાં ખુબજ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાયા હોવાનું પ્રાગમહેલમાં ચાલતી લાયબ્રેરીના સંચાલક દલપતભાઈ દાણીધરીયાએ આંજણાવ્યું હતું 


Post a Comment

0 Comments