કચ્છના પાટનગર ભુજ ખાતે દર વર્ષે જન્માષ્ટમીના બે દિવસ માટે યોજવામાં આવતો મેળાનું ખુબ મહત્વ છે શહેરના મહાદેવનાકા બહાર અને હમીરસર કાંઠે થઈ ખેંગારબાગ સૂંધીના વિસ્તાર સુંધી મેળો ભરાય છે હમીરસર કાંઠે રાજા શાહી વખતથી મેળો યોજાતો રહ્યો છે ભુજ સહીત સમગ્ર કચ્છના લોકો જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે જન્માષ્ટમીનો ભુજના હમીરસર કિનારે યોજાતો સાતમ આઠમનો મેળો આ વખતે પણ મહામારી કોરોના ને કારણે નહિ યોજવમાં આવે તો બીજી તરફ મેળો રદ થયો હોવા છતાં પણ જો કોઈ ધધાધારી હમીરસર આસપાસ ધધો કરતો દેખાશે અને વધુ લોકો એકત્રિત થશે તો કાર્યવાહી પણ થશે તેવું નાગરપાલિકના પ્રમુખે જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે ભુજના હમીરસર કિનારે યોજવામાં આવતો સાતમ આઠમના મેળામાં ભુજ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મેળો મ્હાલવા ઉમટી પડતા હોય છે ,ગામઠી પ્રજા ઉપરાંત શહેરીજનોમાં મેળાનો મહત્વ અનેરો રહ્યો છે ત્યારે આ વખતે પણ મેળો રદ થતા મેળા રસિકોમાં નારાજગી જોવા મળી હતી જોકો મહામારી કોરોનના કારણે લોકો એકત્રિત ન થાય તે પણ તેટલું જરૂરી બન્યું છે ગુજરાતના મોટાભાગના મેળા આ વખતે રદ કરાયા છે ત્યારે ભુજના મેળાનું પણ સમાવેશ થયો છે.





0 Comments