ભુજ શહેરના હિલગાર્ડન રિંગ રોડ પરની વિશાળ ભૂમિ પર નિર્માણ થનાર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સંકુલની ખાતમહૂર્ત ,પૂજનવિધિ સારંગપુર મધ્યે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે તા.: 02-09-2021 અને ગુરુવાર સંપન્ન થઇ હતી .
વિશ્વવ્યાપી ફલક પર વિસ્તરેલી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભુજ સ્થિત નિર્માણાધીન દિવ્ય શિખરબદ્ધ મંદિર સંકુલની ખાત -પૂજનવિધિ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે થઇ હતી.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સંકલ્પ મુજબ નિર્માણ થનાર મંદિર કચ્છની ધરતી પર સત્સંગ -સંસ્કાર અને સેવાની ત્રિવેણી સંગમ સમું નવલું નજરાણું અને કરછીઓને સ્વામીની દિવ્યભેટ બની રહેશે.આ દિવ્ય પ્રસંગે ભુજથી સારંગપુર ગયેલ સેંકડો હરિભક્તો અને સંતો તથા સંસ્થાના સારંગપુર સ્થિત સંતો -ભક્તો ઉપસ્થિત રહ્યા હતા .સારંગપુર ખાતે યોજાયેલ વિધિમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વૈદિક વિધિપૂર્વક શીલા પૂજન કરી આશીર્વચન પાઠવ્યા હતા .શિખરબદ્ધ મંદિર થી સત્સંગ ગંગાનો પ્રવાહ કચ્છના ખૂણે ખૂણે પહોંચી સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ હરિનો સંદેશ પ્રસરાવશે તેવી પ્રેરાક વાત કહી હતી.સદગુરુ પૂ .ડૉક્ટર સ્વામી સંસ્થાના વિદ્ધાન -વડીલ સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ભુજના હરિભક્તો તથા મહિલા મંડળ દ્વારા બનાવાયેલ કલાત્મક હાર પૂ .મહંતસ્વામી મહારાજને અર્પણ કરાયો હતો.
સારંગપુર ખાતે દર્શન -પૂજનમાં જોડાયેલ કચ્છના હરિભક્તો માટે શ્રાવણમાં દિવાળીજેવો માહોલ સર્જાયો હતો .વર્તમાન સમયમાં કોરોનની ગાઈડ લાઈન અનુસાર યોજાયેલ કાર્યક્રમનું આયોજન લાઈવ વેબકાસ્ટ સંસ્થાની વેબસાઈટ અને યુટ્યુબ મારફતે કરાયું હતું જેનો લાભ દેશ વિદેશના હરિભક્તોએ બહોળી સંખ્યામાં લીધો હતો.





0 Comments