દેશભરમાં આજે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે ,ઠેર ઠેર કોરોનાની ગાઈડ લાઈનના પાલન સાથે ગણપતિજીની સ્થાપના સાથે ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, સમગ્ર ગુજરાતમાં ભુજ અને મહેસાણા ખાતે ગણેશ દાદાને ગાર્ડ ઑફ ઑનર સાથે આવકાર આપવમાં આવે છે ભુજના પોલીસ હેડક્વાર્ટરમાં 1947થી ચાલી રહેલ પરંપરાને પોલીસ જવાનો આગળ ધપાવી રહ્યા છે.
છેલ્લા 76 વર્ષથી ભુજના પોલીસ હેડક્વાર્ટરમાં ગજાનંદની સ્થાપના કરાય છે..સ્થાપના બાદ પોલીસ જવાનો દ્વારા વિઘ્નહર્તાને ગાર્ડ ઓફ ઓનર અપાય છે .આ વર્ષો જૂની પરંપરા મુજબ 10 દિવસ હેડક્વાર્ટરમાં ગણેશજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે.ભુજના પોલીસ હેડક્વાર્ટરમાં ઉજવાતા ગણેશ મહોત્સવના ઇતિહાસ પર એક નજર કરીયે તો કચ્છમાં રાજાશાહી સમયમાં પોલીસ દળમાં મરાઠી જવાનો પણ ફરજ બજાવતા હતા જે જવાનોએ ગણેશ મહોત્સવનો શુભારંભ કર્યો હતો ત્યારથી આ પરંપરાને પોલીસ દ્વારા આગળ ધપાવવામાં આવી રહ્યી છે 76 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આજે પણ સ્થાપન બાદ ગાર્ડ ઓફ ઓનર અપાયો હતો આ ક્ષણ અદભુત માનવામાં આવે છે.સરપટ ગેટ પાસે આવેલ પોલીસ હેડક્વાર્ટરમાં બાપાને વાજતે ગાજતે પધરામણી કરાવવામાં આવી હતી ,સલામી બાદ પૂજન અર્ચન કરી 10 દિવશ સુંધી પોલીસ પરિવાર દ્વારા બાપાની ભક્તિ કરવામાં આવશે.


0 Comments