ભુજ: કપડાની દુકાનમા કામ કરી પરત છુટીને ઘરે જઈ રહેલ યુવતીની છેડતી કરનાર યુવકને મહિલાની હિંમત અને જાગૃતતાના કારણે પાઠ ભણાવવામાં આવ્યો હતો, ખરા સમયે મહિલાએ મહીલા હેલ્પલાઇન અભ્યમની મદદ માંગી યુવક ને સબાક શિખાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભૂજ શહેરમાં ગત તા.08/06/2022 નાં રોજ એક યુવતીએ 181 મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે કોલ કર્યો હતો . યુવતી રાત્રીના સમયે કપડાની દુકાનેથી કામ કરી પરત ઘરે જઈ રહી હતી ત્યારે રસ્તામાં તેને એકલી જાણીને બે યુવક દ્વારા હેરાનગતિ થતી હતી. જૉકે યુવતીએ જાગૃત અને હિંમત ભેર કામ કરી તાત્કાલીક મદદ માટે 181ની ટીમનો સંપર્ક કરી મદદ માંગી હતી. ભુજ 181 અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમને જાણ થતાં. કાઉન્સેલર વૈશાલીબેન ચૌહાણ .મહિલા પોલીસના હેડ કોન્સ્ટેબલ સૂર્યાબેન રબારી તથા પાઇલોટ ભાવેશભાઈ ખભૂ ફોન ઉપર જણાવેલ સ્થળ પર તાત્કાલીક પહોંચી સમગ્ર માહિતી જાણી હતી. યુવતીનું કાઉન્સિલીંગ કરતા જણાવ્યું કે તે કપડાની દુકાનમાં કામ કરે છે. ત્યાથી ઘરે જતા સમયએ રસ્તામાં બે યુવક તેની પાછળ અવાર નવાર પીછો કરતા હતા. યુવતિને મોબાઇલ નંબર આપવાની કોશિશ કરી. યુવકો activa પર આવીને યુવતીનો પીછો કરતાં હતાં. રાત્રીના સમયમાં યુવતી એકલી હોવાથી 181માં કોલ કરી મદદ માંગી હતી 181 ટીમે પીડિત યુવતી સાથે શાંતિ પૂર્ણ રીતે સંપૂર્ણપણે બનાવ વિશે પૂછપરછ કરેલ અને સમસ્યા સંભાળી હતી યુવતીએ અભ્યમ ટીમને જણાવ્યું હતુ કે હેરાન કરનાર યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા પરંતુ તેઓ યુવતિને મોબાઈલ નંબર આપતા ગયા હતા જેના પર 181 ટીમે કોલ કરી યુવકને ઘટના સ્થળે બોલાવી પાઠ ભણાવવામાં આવ્યો હતો.જૉકે યુવકો પણ પોતાના દ્વારા થયેલ ભૂલ સમજ્યા હતા અને માફી માંગી હતી. ઘટના અંગે યુવકના પિતાને પણ ટીમ દ્વારા વાકેફ કરતા યુવકના વાલીઓએ યુવતીની માફી માંગી હતી. યુવક ફરી આવી હરકત ન કરવાની બાહેંધરી આપી હતી.
ત્યારબાદ યુવતી પણ યુવકના માતાપિતાની માફી અને બાહેધરી ને લઈને આગળ કાર્યવાહી કરવાનું ટાળ્યું હતુ.

0 Comments