પશ્ચિમ કરછમાં દયાપર પોલીસે આઠમના દિવસે કર્યું કંઇક આવું.

આમતો કોઈ પણ કાર્ય માં લોકો પોલીસની કામગીરી ને લઈને ટીકા કરતા હોય છે પરંતુ કરછ પોલીસના દયાપર પોલીસ સ્ટેશન એ અનેરી કામગીરી કરી છે સૂર્ય નારાયણ દેવે ઉનાળાનાધમધમતા તાપે પ્રકોપ વર્શાવ્યો છે ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસના દયાપર પોલીસ મથકના સ્ટાફ દ્વારા માતાના મઢ ખાતે દર્શનાર્થીઓને ગરમીમાં રાહત મળે તે હેતુંથી અનેરી પહેલ શરૂ કરી છે,
માતાનામઢ ખાતે આઠમના દિવસે પોલીસ સ્ટાફ દ્વારા ભાવિકોને છાસ પીવડાવવાનું ઉમદા કાર્ય કર્યું હતું.
પોલીસ પ્રજાનો મિત્ર છે તેનું ખરા અર્થમાં અહેસાસ કરાવ્યું હતું.
ચૈત્રી નવરાત્રીમાં કરછ દેશ દેવીમાં આશાપુરાના દર્શન કરવા મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડે છે.ત્યારે પોલીસ દ્વારા છાસ વિતરણ કેન્દ્ર ઉભુ કરીને આકરા તાપમાં લોકોની આંતરડી ઠારી હતી.પોલીસની સેવાકીય પ્રવુતીને  જોઇને લોકો પણ જવાનોની કામગીરીને બિરદાવી હતી.
કામગીરીમાં પીએસઆઈ જાડેજા,પ્રહલાદ સિંહ,પૃથ્વીરાજ સિંહ,ઝાહિદ મલેક,રોહિતભાઈ ભટ્ટ તથા સ્ટાફના સભ્યો જોડાયા હતા.

Post a Comment

1 Comments

  1. Good work Dayapar Police
    પોલીસ પ્રજાનો મિત્ર છે તેનું ખરા અર્થમાં અહેસાસ

    ReplyDelete