ભુજના સાઈકલ વિરો પ્રકૃતિની ગોદમાં કુદરતનું સાનિધ્ય માંણયુ


ભુજ તેમજ તેની આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં ચારે કોર વનરાજી ખીલી ઉઠી છે. ત્યારે   ભુજના સાઈકલ સવારો દ્વારા એક ઓફ રોડ એટલે કે કાચા રસ્તે પ્રકૃતિના ખોળે આવેલ મહાદેવ મંદિર ના દર્શન કરવા જવાનું આયોજન  કરવામાં આવ્યું હતું. સાઈકલ સવારો તરફથી આવા આયોજન કરવામાં આવતા હોય છે. જેમાં રવિવારે તાલુકાના ભારાસર ગામની સીમમા આવેલ ભૂતેશ્વર મહાદેવ મંદિર જવાનું એક સુંદર મજાનું આયોજન કરાયું હતું, જેમાં આવેલા સાઈકલ ચાલક સભ્યો ભાઈઓ અને બહેનોએ સ્નેહ ભર્યો સુંદર સહકાર આપ્યો હતો આનંદ અને ઉત્સાહ આ સમય દરમ્યાન અનેરો હતો.
ભુજ ખાતે એકત્રિત થઈ વહેલી સવારે માનકુવા થઈ નજીકમાં ભારાસર ગામના ડુંગરો, નદી અને જંગલ વચે સાઈકલ ચલાવવી પ્રકૃતિની ગોદમાં કુદરતના સાનિધ્યમાં પહોંચ્યા હતા. જ્યાં સભ્યો લીલીછમ વનસ્પતિ, ખડખડ વહેતી અને શિવલિંગ પર કુદરતી અભિષેક કરતી સુંદર નદી, પર્વત, પંખીઓના કલરવ વગેરે વગેરે પ્રકૃતિનો અહેસાસ કર્યો હતો,
તો પૂજારી દ્વારા મળેલ વરસાદી વાતાવરણ માં ચાય પણ કંઇક અલગ મિજાજ ની હતી જે દરેક શભયો પીધા બાદ પર રમણીય વાતાવરણ ડુંગરો નદીઓ તેમજ ગાયોના ધણ સહિત ની વચે થઈ પરત આવ્યા હતા.
કચ્છમાં ચાલુ વર્ષે મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે મોસમનો મોટાભાગનો વરસાદ વરસી ગયો છે ચારે કોર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ભૂતેસ્વર મહાદેવના સાનિધ્યમાં વરસાદી પાણીના ઝરણાં જોવા એ પણ એક લાહવો હોવાથી સભ્યો કુદરતના આ પરમ સ્નેહના આનંદની અનુભૂતિ કરી હતી.
કુદરતના સાનિધ્યને માણવું આહલાદક લ્હાવો છે. પરંતુ આજના યુગમાં આપણે અમૂલ્ય ચિઝને ભૂલતા જઈએ છીએ ત્યારે સાઈકલ વિરો દ્વારા પ્રકૃતિને વારંવાર યાદ કરી તેની નજીક પહોંચવાનું આયોજન કરવામાં આવતું હોય છે.
પ્રકૃતિના સૌદર્ય માં જ‌ળાશયો, પ્રયવરણ લહેરાતા વૃક્ષ, ભીની માટીની મહેકથી મહેકતો વરસાદ જેમાં લહેર માણતા રહેવાનું સતત મન થાય.
અંતમાં એટલુજ કહેશું 
પ્રકૃતિની ગોદમાં પ્રકૃતિને સમજીએ પ્રકૃતિને માણીએ અને પ્રકૃતિનું જતન કરીએ.
સાઈકલ દ્વારા કરવામાં આવેલ પ્રવાસમાં રસ્તાની કેટલીક યાદો કાયમ યાદ રહે તેવી હતી તો મોબાઈલના કેમેરામાં કુદરતી માહોલ પણ કંડારવાનો આનંદ કંઇક અલગ હતો. સાથે સાથે કેટલીક રમૂજ વાતો પણ યાદગાર રહી.

Post a Comment

4 Comments

  1. વાહ, ખૂબ સરસ બ્લોગ લખ્યો છે.

    ReplyDelete
  2. Really enjoyed cycling in such a beautiful and natural surrounding...

    If u r cyclist or nature lover u must visit this place once... you will surely wait for next visit....

    ReplyDelete