૨૬ જાન્યુઆરી નિમિતે ભુજ થી ભૂજોડી સુંધી વિશેષ દોડનું આયોજન કરાયું

દર વર્ષેની જેમ આ વર્ષે પણ ૨૬ જાન્યુઆરીના દોડવીરો દ્વારા રન ટુ વંદે માતરમ્ ૨૦૨૧ અંતર્ગત દોડ યોજવામાં આવી હતી.
રાષ્ટ્રીય પર્વ નિમિતે ભુજથી વંદેમાતરમ મેમોરિયલ (ભુજોડી) સુધી ૧૦ કિલોમીટર વિશેષ દોડનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભુજ રનર્સ ઉપરાંત માધાપરના યુવાનો સહિત ૪૫ થી વધુ દોડવીરો જોડાયા હતા. રાષ્ટ્રિય પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ ખાસ દોડમાં યુવાનો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.
સમગ્ર સંચાલન સંભાળનાર તેમજ સુવિધા પૂરી પાડવા બદલ આશાપુરા ફાઉન્ડેશન અને વંદેમાતરમ મેમોરિયલ ના સ્ટાફ ગણનો આભાર માનવામાં આવ્યો હતો -  
 સવારે ભૂજથી પ્રારંભ થયેલ દોડ દરમ્યાન માર્ગ જય હિન્દ અને વંદે માતરમ, ભારત માતાકી જય ના નારા થી રોડ ગુંજી ઉઠ્યા હતા.🇮🇳

Post a Comment

1 Comments